Skip to Content

મતપત્ર નાખવાની પેટી

Drop Box

 

તેમના સમુદાયોમાં મતદાતાઓ માટે અનુકૂળ અને સુરક્ષિત મતપત્ર છોડવાની પેટીસ્થાનો ખુલ્લા છે અને ઉપલબ્ધ છે.

મતપત્ર નાખવાની પેટી શોધો

"ટપાલ દ્વારા મતદાન" માટેની મતપત્ર નાખવાની પેટી કાર્યક્રમ વિશે

"ટપાલ-દ્વારા-મત" મતપત્ર છોડવાની પેટી કાર્યક્રમ 2017 માં મતદારોને તેમના મતપત્રને પરત કરવા માટે સુરક્ષિત વૈકલ્પિક વિકલ્પ પ્રદાન કરવાની પહેલ તરીકે શરૂ થયો હતો.

મતપત્ર નાખવાની પેટી મતદારોને તેમનું મતદાન કરેલું મતપત્ર પરત કરવા માટે એક સુરક્ષિત, સુલભ અને સંપર્ક-રહિત માધ્યમ પૂરું પાડે છે.


તમારે શું જાણવાની જરૂર છે

  • મતદારો માટે મતપત્ર નાખવાની પેટી ચૂંટણીના દિવસના 29 દિવસ પહેલાંથી લઈને ચૂંટણીના દિવસ સુધી ઉપલબ્ધ હોય છે.
  • ચૂંટણીના દિવસે મતપત્ર નાખવાની પેટી રાત્રે 8 વાગ્યે બંધ થઈ જાય છે.
  • મતપત્ર નાખવાની પેટી સિમેન્ટમાં સુરક્ષિત રીતે બોલ્ટ કરવામાં આવે છે અથવા જગ્યાએ સાંકળથી બાંધવામાં આવે છે.
  • મતપત્ર નાખવાની પેટીની રચના રાજ્યના નિયમોમાં નિર્દિષ્ટ સુરક્ષા વિશેષતાઓ સાથે કરવામાં આવી છે.
  • મતપત્ર નાખવાની પેટીમાં કાયમી ગ્રેફિટી અથવા નુકસાન ઘટાડવા માટે બાહ્ય આવરણ હોય છે.
  • બે ચૂંટણી કર્મચારીઓ દ્વારા નિયમિતપણે મતપત્રો એકત્ર કરવામાં આવે છે.
  • કાઉન્ટી તમામ બોક્સની દેખરેખ રાખવા અને તેને સુરક્ષિત કરવા માટે કાયદા અમલીકરણ એજન્સીઓ, શહેરો, સ્થાનિક હિતધારકો અને સમુદાય-આધારિત સંસ્થાઓ સાથે મળીને કામ કરે છે.

 મતપત્ર પરત કરવાની તપાસ યાદી

તમારું ટપાલ દ્વારા મતદાન (વોટ બાય મેઇલ) મતપત્ર જમા કરાવતા પહેલાં ખાતરી કરો કે:

  • તમારા મત આપેલા મતપત્ર(ત્રો)ને અધિકૃત પરત પરબીડિયામાં મૂકો.
  • સત્તાવાર પરત પરબિડીયાને સુરક્ષિત રીતે સીલ કરો
  • સત્તાવાર પરત પરબિડીયાની પાછળ સહી કરો અને તારીખ લખો

તમારું મતપત્ર મળ્યું છે કે નહીં અને તેની ગણતરી થઈ છે કે નહીં, તે કેવી રીતે તપાસવું?

તમારા મતદાન કરેલા મતપત્રને મતપત્ર નાખવાની પેટી દ્વારા અથવા ટપાલ મારફતે પરત કર્યા પછી, તમે અમારા  ટપાલ-દ્વારા-મત સ્ટેટસ ટૂલ દ્વારા તપાસ કરી શકો છો કે તમારું મતપત્ર મળી ગયું છે અને તેની ગણતરી કરવામાં આવી છે કે નહીં.

મતપત્ર નાખવાની પેટી બંધિત સમસ્યાની જાણ કરો

પારદર્શક અને સુલભ રીતે તમામ ચૂંટણીઓની અખંડિતતા જાળવી રાખવી એ અમારું ધ્યેય છે. જો તમને કંઈપણ શંકાસ્પદ જણાય, તો તેની જાણ કરો!

સમસ્યાની જાણ કરો

ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ!

ઉલ્લંઘન બદલ દંડ અને/અથવા કેદની સજા થઈ શકે છે.

ક્યાં?

  • મત આપવા માટે પન્ક્તીમાં ઊભેલી વ્યક્તિની તદ્દન નજીકના વિસ્તારમાં, અથવા મતદાન મથકના પ્રવેશદ્વાર, કર્બસાઇડ વોટિંગ (વાહનમાં બેસીને મતદાન કરવાની સુવિધા) કે મતપત્ર નાખવાની પેટીથી 100 ફૂટની અંદરના વિસ્તારમાં, નીચે મુજબની પ્રવૃત્તિઓ પ્રતિબંધિત છે.

કઈ પ્રવૃત્તિઓ પ્રતિબંધિત છે?

  • કોઈ વ્યક્તિને કોઈ પણ ઉમેદવાર અથવા મતદાન પગલાની તરફેણમાં અથવા તેની વિરુદ્ધ મત આપવા માટે કહેશો નહીં.
  • ઉમેદવારનું નામ, છબી અથવા લોગો દર્શાવશો નહીં.
  • કોઈપણ મતપત્ર નાખવાની પેટી સુધી પહોંચવાનો માર્ગ અવરોધશો નહીં અથવા તેની આસપાસ બિનજરૂરી રીતે ચાલશો નહીં.
  • કોઈપણ મતદાન સ્થળ, મતકેન્દ્ર અથવા મતપત્ર નાખવાની પેટીની નજીક, કોઈપણ ઉમેદવાર કે મતદાનના પ્રસ્તાવના સમર્થનમાં અથવા વિરોધમાં કોઈ સામગ્રી પૂરી પાડશો નહીં કે શ્રાવ્ય માહિતી આપશો નહીં.
  • પહેલ, લોકમત, રિકોલ, અથવા ઉમેદવાર નામાંકન સહિત કોઈપણ અરજીઓ ફેલાવશો નહીં.
  • કોઈ ઉમેદવારનું નામ, છબી, લોગો ધરાવતા હોય અથવા કોઈ ઉમેદવાર કે મતદાનના પ્રસ્તાવનું સમર્થન કે વિરોધ કરતા હોય તેવાં કપડાં કે વસ્તુઓ (જેમ કે ટોપીઓ, શર્ટ, ચિહ્નો, બટનો, સ્ટીકરો)નું વિતરણ કરશો નહીં, તે પ્રદર્શિત કરશો નહીં કે પહેરશો નહીં.
  • કોઈ મતદારને તેમની મતદાન કરવાની પાત્રતા અંગે માહિતી દર્શાવશો નહીં કે તે વિશે તેમની સાથે વાત કરશો નહીં.
  • ઉપરોક્ત ચૂંટણી પ્રતિબંધોનો સારાંશ California (કેલિફોર્નિયા) ચૂંટણી સંહિતાના વિભાગ 18 ના પ્રકરણ 4 ના આર્ટિકલ 7 માં દર્શાવવામાં આવ્યો છે.


મતદાન પ્રક્રિયાને ભ્રષ્ટ કરવી પ્રતિબંધિત છે!

ઉલ્લંઘન દંડ અને / અથવા કેદ તરફ દોરી શકે છે

કઈ પ્રવૃત્તિઓ પ્રતિબંધિત છે?

  • ચૂંટણીમાં છેતરપિંડી કરશો નહીં અથવા તેમ કરવાનો પ્રયાસ કરશો નહીં.
  • કોઈપણ વ્યક્તિને મત આપવા અથવા મત આપવાથી દૂર રહેવા માટે પ્રેરિત કરવા કે તેમ કરવાનો પ્રયાસ કરવાના હેતુથી, કોઈપણ રીતે કે કોઈપણ સાધન દ્વારા, તેને કોઈ વળતર કે લાંચ આપશો નહીં.
  • ગેરકાયદેસર રીતે મતદાન કરશો નહીં.
  • જ્યારે તમને મત આપવાનો અધિકાર ન હોય, ત્યારે મત આપવાનો પ્રયાસ કરશો નહીં અથવા અન્ય કોઈને મત આપવામાં મદદ કરશો નહીં.
  • ચૂંટણી પ્રચાર કરશો નહીં; મતદાન મથકે પ્રવેશતા કે ત્યાંથી બહાર નીકળતા મતદારનો ફોટો કે વીડિયો લેશો નહીં; અથવા આવવા-જવાના માર્ગ કે પાર્કિંગમાં અવરોધ ઊભો કરશો નહીં.
  • કોઈ વ્યક્તિના મતદાનના અધિકારને પડકારશો નહીં કે મતદારોને મતદાન કરતા રોકશો નહીં; મતદાનની પ્રક્રિયામાં વિલંબ કરશો નહીં; અથવા કોઈ વ્યક્તિને કપટપૂર્ણ રીતે એવી સલાહ આપશો નહીં કે તે મતદાન કરવા માટે પાત્ર નથી અથવા તેનું નામ મતદાર તરીકે નોંધાયેલું નથી.
  • કોઈ મતદારે પોતાનો મત કેવી રીતે આપ્યો છે તે જાણવાનો પ્રયાસ કરશો નહીં.
  • મતદાન મથકની નજીકના વિસ્તારમાં અગ્નિશસ્ત્ર (firearm) પોતાની પાસે રાખશો નહીં કે અન્ય કોઈ વ્યક્તિ પાસે રખાવશો નહીં; જોકે આમાં કેટલાક અપવાદો છે.
  • કેટલાક અપવાદો સિવાય, મતદાન સ્થળની નજીકના વિસ્તારમાં શાંતિ અધિકારી, રક્ષક અથવા સુરક્ષા કર્મચારીઓના ગણવેશમાં કોઈને દેખાવાની વ્યવસ્થા કરશો નહીં.
  • મતદાન પ્રણાલીના કોઈપણ ઘટક સાથે કોઈ પણ પ્રકારની છેડછાડ કે દખલગીરી કરશો નહીં.
  • ચૂંટણીના પરત સામાન સાથે બનાવટી, નકલી પ્રતો ઉમેરશો નહીં અથવા ચેડાં કરશો નહીં.
  • ચૂંટણીના પરત સામાનમાં ફેરફાર કરશો નહીં.
  • કોઈપણ મતદાન સૂચિ, સત્તાવાર મતપત્ર અથવા મતદાન કન્ટેનર સાથે ચેડા કરશો નહીં, નાશ કરશો નહીં અથવા તેમાં ફેરફાર કરશો નહીં.
  • કોઈપણ બિનસત્તાવાર મતદાન સંગ્રહ કન્ટેનર પ્રદર્શિત કરશો નહીં જે મતદારને સત્તાવાર સંગ્રહ બોક્સ છે તેવું માનવા માટે છેતરી શકે છે.
  • મતદાન પરિણામોની નકલ સાથે ચેડાં ન કરો અથવા દખલ કરશો નહીં.
  • જે વ્યક્તિ વાંચી શકતા નથી અથવા વડીલને ઉમેદવારની તરફેણમાં અથવા તેની વિરુદ્ધ મત આપવા માટે દબાણ કરશો નહીં અથવા છેતરશો નહીં અથવા તેમના હેતુથી વિરુદ્ધ પગલું લેશો નહીં.
  • જ્યારે તમે ચૂંટણી અધિકારી ન હોવ, ત્યારે ચૂંટણી અધિકારી તરીકે વર્તશો નહીં.
  • રોજગારદાતાઓ તેમના કર્મચારીઓને ટપાલ દ્વારા મતદાન મતપત્ર (vote-by-mail ballot) કામના સ્થળે લાવવા માટે કહી શકતા નથી કે ફરજ પાડી શકતા નથી, તેમજ તેમને કામના સ્થળે જ મતદાન કરવાનું પણ કહી શકતા નથી. પગાર કે વેતન ચૂકવતી વખતે, રોજગારદાતાઓ તેમાં એવી કોઈ સામગ્રી સામેલ કરી શકતા નથી જેનો ઉદ્દેશ્ય કર્મચારીના રાજકીય મંતવ્યો કે કાર્યોને પ્રભાવિત કરવાનો હોય
  • મતદાન મથક સમિતિના સભ્યો એ જાણવાનો પ્રયાસ કરી શકતા નથી કે મતદારે પોતાનો મત કેવી રીતે આપ્યો છે; અને જો આવી માહિતી તેમને મળી જાય, તો પણ તેઓ એ જાહેર કરી શકતા નથી કે મતદારે પોતાનો મત કેવી રીતે આપ્યો છે.
  • ઉપર સારાંશ આપેલી મતદાન પ્રક્રિયાના ભ્રષ્ટાચારને લગતી પ્રવૃત્તિ પરના પ્રતિબંધો California ચૂંટણી સંહિતાના વિભાગ 18 ના પ્રકરણ 6માં દર્શાવવામાં આવ્યા છે.

આ માહિતીને PDF ફોર્મેટમાં જોવા અથવા ડાઉનલોડ કરવા માટે, અહીં ક્લિક કરો.

Icon - Close